Gujarati Quote in Shayri by Parthivi Adhyaru Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પ્રકાશનો પુંજ મારી
સામે આવે છે
મારી આંખો એકદમ
અંજાઈ જાય છે
પ્રકાશનો પુંજ વધુનેવધુ
પ્રકાશિત થતો જાય છે
હું એ પ્રકાશિત પુંજની
અંદર ઘૂસી જઉ છું
મારી યાત્રા ચાલુ થાય છે
પ્રકાશનાં તેજદાર વલયોની અંદર બસ સરક્યા કરું છુ
મને શીતળતા અને શાંતિનો પરમ અહેસાસ થાય છે
ચારેબાજુ કોઈ જ નથી
હવે તો હું પણ નથી
એકદમ હળવાશનો અનુભવ
મને જાણે કોઈએ કરકમળમાં ઉંચકી લીધી છે
એક વિશાળ તેજના પુંજ તરફ મારી ગતિ અવિરત
ચાલુ છે
ॐ શાંતિ: ના નાદબ્રહ્મની સાથે હું હવે ક્યાંય નથી
બસ , એક પરમ પ્રકાશિત પુંજમાં એકાકાર અને ઓમકારના આભાસ સાથે હવે અહીં બીજુ કંઈ જ નથી ,
બસ અહીં છે
મોરલીનો મધુર નાદ
મોરપીંછ
માખણ
માધવ
મોક્ષ
હરિ: ॐ

- પાર્થિવી

Gujarati Shayri by Parthivi Adhyaru Shah : 111049810
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now