Gujarati Quote in Story by Bhavna Bhatt

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરપાર
વાતાઁ
અાજે અારતી ખૂબ જ દુઃખી થઈ ગઈ. એક પ્રસંગ મા હાજરી આપવા પુરા પરિવાર સાથે ગઈ હતી. એની પણ ઈચ્છા હતી કે એ લગ્ન તારીખ ધામ ધૂમ થી ઉજવણી કરવી પણ પંકજ સાવ જ નિરસ માણસ એણે અને બાળકો એ ના કહી. આરતી દરવખત પોતાની ઈચ્છા મારતી પોતાની જાતને સમજાવી ઘર મા શાંતિ રહે એ માટે સતત પ્રયત્ન કરતી. આરતી ને હરવા ફરવા નો શોખ પણ પંકજ ને કોઈ જ રસ નહીં બસ એની દુનિયા એની જરૂરિયાત અને મા બાપ મા જ પુરી થઈ જતી આરતી ને પિક્ચર જોવુ ગમે પણ એકલી કયાં જાય ધીમે ધીમે આરતી ભકિત ભાવ તરફ વળી ગઈ. પિયર મા પણ કોઈ જ ન હતુ કે મન હળવુ કરવા જાય આમ આરતી એક અેવા મુકામ પર આવી ગઇ કે આ મોહ માયા અને ખોટા દેખાવ કરી દુનિયા ને બતાવવા નુ કે મારો પરિવાર અને હું સુખી અને ખુશ છીએ એના કરતા જુદા થઈ જવુ અથવા ભકિત ના માગેઁ એટલા આગળ વધવુ કે કોઈ વાત કે કોઈ વસ્તુ પર મોહ ના રહે. આરતી એ પ્રયત્ન તો કયાઁ કે પંકજ એને સમજે પણ પંકજ ની દલીલો અને નકારાત્મક વલણ આરતી ના દિલ ની આરપાર નીકળી ગયા આમ આરતી બહાર થી હસતી અને અંદર થી ટૂટી ગઈ. આરતી એ અનુભવ્યુ કે સમજદાર ને જ બધા સમજાવે પણ કોઈ એના દઁદ ને ના સમજે.
આરતી નુ જીવન કોરા કાગજ જેવુ છે.
" મેરા જીવન કોરા કાગજ કોરા હી રહ ગયા
જો લીખા થા આંસુ ઓ કે સંગ બહ ગયા "
* ભાવના ભટ્ટ અમદાવાદ *

Gujarati Story by Bhavna Bhatt : 111049638
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now