કોઇ સબબ વિના વળી જાય નજર તારી ગલીમાં
હું, વળી જાઉં, વળે જ્યાં, આ ડગર, તારી ગલીમાં
હું કદી પીતો નથી, જાલિમ સમી છે આ મદિરા;
પણ નશાની કંઇક છે એવી અસર તારી ગલીમાં.
એ હતો એવો સમય જ્યાં જામતી મ્હેફીલ કાયમ;
ને, હવે સૌ પાછા વળે ચાહત વગર તારી ગલીમાં.
ખાતરી છે એટલે ને આશ પણ વરસો પછી, કે
કૈંક તો મળશે મને તારી ખબર તારી ગલીમાં.
....