આજે સોમવાર ની સવાર છે. અને હું જાણું છું કે તું વ્યસ્ત છે. પણ ચલ ને આજે ફરી એજ બાકડે બેસીએ.. ચલ ને ફરી એજ સપના જોઈએ..ચલ ને ફરી એ જ કસમો ખાઈ હાથ માં હાથ પરોવી એ ચલ ને..જાણું છું હવે તું નઈ આવે તારા અનેક બહાના હશે! પણ ખોટું જ ખરી એક વાર ફરી એ બકડે જઈ એ હું એજ મારી સાઈકલ લઈ ને તને પાછળ બેસાડી એને ચલ ને એ શેરી માં પાછા ફરવા જઈ એ.. જાણું છું હવે તને એ પાગલપન લાગે છે. પણ એક વાર જૂઠું જ ખરી ચલ ને ફરી એક બીજાના પ્રેમ માં પડીએ ચલ ને ફરી એક વાર એ વહેમ માં પડીએ!!
K.R