*" કંઈક "*
કવિતા.....
જીવન મા કંઈક સપના અધુરા રહી જાય છે,
જીવન મા કંઈક એકલતા નો ભાર રહી જાય છે.
જીવન મા કંઈક કામો અધુરા રહી જાય છે,
જીવન મા કંઈક વાતો અધુરી રહી જાય છે.
જીવન મા કંઈક રચના અધુરી રહી જાય છે,
જીવન મા કંઈક રસ્તા ઓ અધુરા રહી જાય છે.
જીવન મા કંઇક જાણવાનુ અધુરૂ રહી જાય છે,
જીવન મા કંઈક માણવાનુ અધુરૂ રહી જાય છે.
જીવન મા કંઈક રમત અધુરી રહી જાય છે,
જીવન મા કંઈક મમત અધુરી રહી જાય છે.
જીવન મા કંઈક શીખવાનું અધુરૂ રહી જાય છે,
તો જીવન મા કંઈક શોધવાનું અધુરૂ રહી જાય છે.
જીવન મા કંઈક " ભાવના " ના બંધન અધુરા રહી જાય છે,
તો જીવન મા કંઈક સંબંધો અધુરા રહી જાય છે..........