દરેક સંબંધનું આયુષ્ય અચોક્કસ હોય છે. એ અચોક્કસ આયુષ્યની અવધિ પૂરી કરવામાં આપણે ના જાણે કેટલાં ચોક્કસ પ્રયાસો કરતાં રહીએ છીએ. આ પ્રયાસોમાં વ્યક્તિની ખૂબીઓ તેમજ ખામીઓ જોવા મળે છે. આજનો ગમતિલો સંબંધ ક્યારે અણગમતો થઈ જાય એની ખબર પણ નથી પડતી. સમય સાથે બધા આગળ વધતા રહે છે. પાત્ર બદલાતાં રહે છે અને યાત્રા એના ગંતવ્ય પર પહોંચી જાય છે.