Gujarati Quote in Microfiction by Mahendra Sharma

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો, પહેલાં મારી વાત સાંભળ, મારો લાલો કુશલ દિલ્લી આવ્યો છે. એકલો જ છે. તું ફોન કરીને એને ઘરે બોલાવી લેજે. એના દોસ્તારોને ત્યાં રહેશે એવું કહેતો હતો પણ તું રહેવા દેતી નહીં. એને તીખું બહુ ભાવતું નથી એટલે સુમનને કહેજે મોઢું ખાવાનું બનાવે. અને હા એને રાત્રે ઊંઘમાં ઠંડી લાગે છે, એ ના પાડશે પણ ઓઢવાનું બાજુમાં જ મુકજે. બાકી બધું ઓકે ચલ પછી ફોન કરું.

રાધા કાકીએ બધું એમની દિલ્લીમાં રહેતી બહેન લીલાકાકીને ફોન પર સમજાવી દીધું. લાલો કુશલ આજે 35 વરસનો છે , લગભગ 15 વખત દિલ્લી ધંધા માટે ગયો હશે. પોતાની પત્ની અને બે બાળકો સાથે અમદાવાદ રહે છે અને રાધા કાકી અનંદમઠમાં છેલ્લા 5 વરસથી રહેવા જતા રહયાં છે.

Gujarati Microfiction by Mahendra Sharma : 111048866
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now