તારા સ્પર્શની ઝંખના કરતા મનને,
વઢીને બેસાડી દિધો છે ખુણામાં,
ને કહી દિધુ છે,
આ જ પછી આવી વ્યર્થ ઇચ્છાઓ
કરવી નહી,
જગા બહુ ઓછી છે ,
એટલે ગમે ત ચીજ ભરવી નહી,
સાવ ,બાળક લાગે છે આમ ,
તને સુઝતુ નથી કંઇ કામ
આમ સઘળુ જાણે ને આજે ભુલી ગયું નામ
તને હરજગાએ પામતા મનને,
કહી દેવુંછે,
નિશાનો ક્યારેક ખોટા પડે,
નાના અમથા મનનાં વિચારો મોટા મળે,
તો તું રે'વા દે, આ જંજાળમાં પડ નહી,
ચુકાદો નહી આવે કંઇ
એટલે એકાએક મળ નહી
પણ...
આ બધુ કહ્યા છતાંય,
મન ઝંખે છે બસ તને...