નાના નાના બાળપણ ની યાદ આવે છે.અમુક પ્રસંગ હૈયે ચિત્રાય ગયા છે.બાલ મંદિર નો પહેલો દિવસ,મુકવા માટે માં નુ સંગાથ તોય બિક શેની હતી? હજુ પણ સમજાયું નહીં.કેટલો સમય બેઠો એ સ્મરણે નથી.તયાથી બેન ની આંખ ચૂકવી ને નાના પગલે ભાગ્યો.હજી ડેલી ના કમાડ ઉગળે એ પહેલા તો મને ઉંચકીને પાછા લઈ ગયા.
આપ ને મિત્રો એવા અનુભવો થયા હશે?