“ફુલો થી સુંદર તારો રંગ તને ગુલાબ કેમ આપુ,
મહોબ્બત થી હસીન તુ તને ગુલાબ કેમ આપુ,
ઉધાર ક્યારેક તારી જ આપેલી મહેક ફુલો ને,
મહેક તુજમા વહે છે ને તને ગુલાબ કેમ આપુ,
તારા સ્પર્શ માત્ર થી ખીલ્યુ હતુ એ ગુલાબ,
તારા જ અંશ જેવુ એ તને ગુલાબ કેમ આપુ,
હશે એ મહોબ્બત નુ પ્રતિક જેવુ,
તુ ખુદ મહોબ્બત છે તને ગુલાબ કેમ આપુ.