* " વીર જવાન " *
કવિતા....
ચઢયા છે ચીન ને પાકિસ્તાન, હવે કર હિંમત જવાન,
શમાવી દે સઘળાં તોફાન, કે તારે પડખે છે હિન્દુસ્તાન.
દબાવી દે બધા દુશ્મન, ખપાવી દે તું તન, મન, ધન,
ધરી દે નિશાને નિશાને, કે તારે પડખે છે હિન્દુસ્તાન.
બતાવી દે તું બળ તારુ, પતાવી દે શત્રુદળ બધુ,
ગવાશે સઘળે તારા ગાન, કે તારે પડખે છે હિન્દુસ્તાન.
બયુગલ જો જંગના વાગે, પડો યાહોમ કરી આગે
ઊભો થા ભારત ના વીર જવાન, કે તારે પડખે છે હિન્દુસ્તાન.
ભારત ને ગમતી હતી શાંતિ, દુશ્મનો એ અપનાવી ક્રાંતિ ,
વીર જવાન હવે તુ સાચવ તારી શાન, કે તારે પડખે છે હિન્દુસ્તાન.
" ભાવના " સ્વમાન ના ભોગે ના ભારત કદી જીવનારુ છે,
વીર જવાન નો એક જ નારો કાશ્મીર અમારૂ છે........