વિચાર, વાણી અને વર્તન...જેવા અમલમાં મુકાય એ જ ક્ષણથી એ આપણી પાસે પાછા ફરવાની તૈયારી શરૂ કરી દેતા હોય છે, પછી એ સારા હોય કે ખરાબ. ગીતામાં આ જ વાત કર્મના સિદ્ધાંતના નામે સમજાવી છે. દરેક કર્મનો બદલો ભોગવ્યે જ છૂટકો. સાચું કહું તો ઈશ્વરની આ સિસ્ટમ ગમી.. પણ એક ફરિયાદ છે. જે તે કર્મનો બદલો ભોગવતી વખતે વ્યક્તિને ખબર પડવી જોઈએ કે આ એના કયા કર્મનો બદલો છે. જો સારું કર્મ હોય તો એ વધુ સારા કર્મો કરવા પ્રેરાય, અને ખરાબ કર્મનું પરિણામ ભોગવતા એને વર્તમાન જીવનમાં સુધરવાની સમજણ આવી શકે.( અહીં એ કહેવાની જરૂર ખરી કે સારા કર્મનો બદલો સારો અને ખરાબનો બદલો કર્મ જેટલો જ ખરાબ ઉપરાંત ત્રાહિત વ્યક્તિના નિસાસાનું વ્યાજ ઉમેરાઈને ભોગવવું પડતું હોય છે!)
-પાર્મી