=== ગઝલ ===
અહીં ટેરવામાં કલમ છે,
હૃદયમાં ઘણાંએ જખમ છે.
જે મા બાપને ઈશ માને.
જગતમાં સફળ એ જનમ છે.
સમય ઓળખી ચાલવાનું,
એ તો માનવીનું કરમ છે.
દરદ, પ્રેમ છે આ ગઝલમાં,
છતાં કૈક એમાં મરમ છે.
સુધારું જગતને કરમથી,
હવે એજ મારો ધરમ છે.
સરળ છે ગઝલ આમ મારી,
છતાં આજ સૌમાં પ્રથમ છે.
- ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)