સમય સમય ની આ વાત છે ,
હવે સારો સમય જ ક્યાં સાથ છે !!!
તને પણ અને મને પણ ,
ગમતી તોય આ વાત છે !!!

રડી રડી ને ભૂલવું એ કદાચ ફાવશે મને ,
પણ એ રડવામાં તારોય ક્યાં વાંક છે !!!

દૂર દૂર સુધી કળી નથી શકતી તને ,
પણ એનોય તો એક રાઝ છે !!!

ફરી ફરી ને હૃદય એ તને જ સ્વીકાર્યો ,
પણ મારો નિઃસ્વાર્થ પ્રેમ તો અનાથ છે !!!

જાણી જાણી ને કેટલું જાણી શકી તને ?
એ જાણવા છત્તા તું આટલો અજાણ છે !!!

Gujarati Blog by Prinjal patel : 111046493
ABC 8 year ago

nice one keep it up!

Tiya 8 year ago

wah mast ...

Digvijaysinh 8 year ago

સાવ એવું પણ નથી કે ભુલાતું નથી કંઈ ! પ્રેમમાં ભાન ભૂલ્યાનું મને યાદ છે !

Digvijaysinh 8 year ago

આ તે કેવો સ્પર્શ ?! જે અડકયા વગર જ સ્પર્શી જાય છે ભીતરની તરસને !

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now