. *ક્ષિતિજ*
~::::::::::::::::::::::::::~
તું ક્ષિતિજમાં ક્યાં છૂપાયેલો છો.?
વરસાદી ઝાપટા મારું તને હવે કહે છે,
આભ માથી પણ અશ્રુઓની ધારા વહે છે,
તું ક્ષિતિજમાં ક્યાં છૂપાયેલો છો.?
ખરાબ સમય મારું તને સૂચવે છે,
આથમતો સુરજ પાછો ચૂમે છે,
તું ક્ષિતિજમાં ક્યાં છૂપાયેલો છો. ?
આભની રેખા જોઈ તારું ચિત્ર કરું છું,
ચિત્ર માથી તારી એકાએક પસંદગી કરું છું,
ચિત્રો તો હજારો દોરાઈ છે,
આત્મા મનને પ્રશ્ન કરે છે !
તું ક્ષિતિજમાં ક્યાં છૂપાયેલો છો ?
એકાએક જગ્યા પર તારો અનુભવ છે,
બધી જગ્યાઓ પર એહસાસ તારો છે,
છતાં વહેમમાં પડી જાય છે દિલ મારું !
*તું ક્ષિતિજમાં ક્યાં છૂપાયેલો છો* ?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
trust on God