હેલ્લો હેલ્લો.....
ભાઇબિજ પછી નો પેહલો શનિવાર.....આહા દરેક
તહેવાર નું એક મહ્ત્વ હોય છે.
મારી સરસ સવાર...કારતક સુદ ત્રીજ ની....
હું યતિન પંડ્યા..... બક બકીયો હા....એમજ છું....હવે થી અહીં કંઇક લખવાનો પ્રયાસ કરું છું....
આજે, સવારે એક મારા મિત્ર ને મુકવા અહીં ના રેલ્વે સ્ટેશન એ ગયો....મારો મિત્ર તો ટ્રેન માં ગયો.....પણ એક શુટ, બુટ, ટાઇ માં સજ્જ એક નાનો લાગતો મારો ભાઇ (આને ભાઇ થી પણ વિશેષ કેવો પડે ) એ ઇન્ટર્વ્યુ આપવા જઇ રહ્યો હતો અને ટ્રેન ને આવા માં ખાસ્સી વાર હતી. મે જોયું તો એ સ્ટેશન માં પડ્યો એક એક કચરો ઉપાડતો હતો અને બીજુ કે આજ ની ટાઢ્ક માં જે ગરીબ લોકો સ્ટેશન માં સુતા હતા એમને એમનો જ ધાબળો કે કાંઇક ઓઢવાનું ઓઢાડ્તો હતો...મે નજીક આવી ને પુછ્યું કે ભાઇ...કેમ છે. ? બસ મજા માં છું એવું કહી ને પાછો એ વળગી ગયો.....પાછો હું ત્યાં એની પાસે ગયો ને પુછ્યું કે ભાઇ...તું આ શું કરે છે. તો કે બસ સમય નો સદ ઉપયોગ.....
મે, બેસાડ્યો અને ધણું પુછ્યું તો કે હું અત્યારે bcom કરુ છું અને અત્યારે બરોડા ઇન્ટર્વ્યું આપવા જઇ રહ્યો છું. ટ્રેન ને આવ્વા ની વાર છે તો હું બને એટ્લો ક્ચરો સાફ કરુ છું અને બસ લોકો આ ઠંડા પવન માં ઠુઠવાય રહ્યા છે. તો બસ એક મદ્દ્દ કરું છું....
દોસ્ત, પોસીટીવ એપ્રોચ આવો પણ હોય છે.....
-યતિન સાથે....