આજે નવું સાલ છે,
જીવન ખુશહાલ છે.
સરળ છે ક્યારેક તો,
કદી થોડી બબાલ છે.
હું જ દુઃખી છું અહીં,
એવો સૌનો ખ્યાલ છે.
વીટાળાતી રહેતી સતત,
જગની માયાજાળ છે.
તમાચો માર્યો જાતે,
મારા ગાલ લાલ છે.
ઉઘાડી જો આંખો જરા
જીવન કેટલું ન્યાલ છે.
કદી પૂછી લે 'હોશ',
તારા ય શું હાલ છે?
શ્રેયસ ત્રિવેદી
#hoshnama