દોડતી હાફડી એનુંં કામ અધૂરું મૂકીને ઘરમાંંથી બહાર આવી.હા હા બોલો પપ્પા જા ખાના માથી મારુંં લાયસન્સ આપ એમ પપ્પાના દૂર થી સંંભળાયેલા અવાજની દિશામાંં કાને સાંભળી એ પાકીટ લઈને બહાર દોડી પપ્પાના હાથમાંં મૂકયુંં એની બીજી જ ક્ષણે એના પપ્પાએ પાકીટ જોરથી એના પગમાંં ફેકયુ બહેરા જેવી સાંભળ તો ખરી એમ બોલી બાઈક હાકી મૂકયું. એની આખ માથી દડ દડ આસું ટપ ટપ એનાં ચશ્માની નીચે આવવા લાગ્યા ચશ્માને લૂછતી ઘરમાં પોતાના અધૂરાં મૂકેલાં કામે લાગી. મારી સાથે વાત કરતા એના બા અટકયા એય રડતાં રડતાં બોલ્યા મરદની જાત એવીજ આપણા બયરા માણસે તો સહન કરવું જ પડે પાલવને છેડે આખ લૂછતાં એ બોલ્યા.