હવે ઘાયલ નથી,કોઈ શાયર નથી,
એકબીજા પર થાય એવા કાયલ નથી.
જીવન મજાક ગણી મોજે જીવવું છે,
પગ માં પહેરી ચાલે એવી પાયલ નથી.
બાળક વ્યોગ માં માવતર છે મોજ માં,
જ્ઞાન આપી શકે એવા જ્ઞાનીલ નથી.
ઈચ્છા પૂરતી થાય બસ એટલીજ લાગણી,
સંબંધ સાચવી રાખે એવી સમજણ નથી.
હું પણા માં જીવી રહ્યો આજે મૂર્ખ માનવી,
બોલ્યા શબ્દ ફળે કોઈ એવો જણતલ નથી.
મેલ્યો ભમરો છે ખુદા માનવ બુદ્ધિખંડ માં,
અટપટા જીવનનો રહ્યો સીધો મારગ નથી.
ગરીબો ની ગરીબાય અમીરોની ચતુરાઈ,
વચમાં પીસાઈ ભોળો બચ્યો ભગાવન નથી.
છે અમૂલ્ય જીવનમંત્ર વાંચી લે "પ્રતીક"
ખાખ થયા પછી રાખનાં કોઈ સંબધ નથી.
Dp,"પ્રતીક"