ના જન્મ તારી મરજી થી
ના મરણ છે તારા હાથ માં,
થોડી ધણી તકદીરની રેખા
આપી દીધી તારા હાથ માં,
પાત્ર તારું નક્કી પહેલેથી
કેમ ભજવવું ? તારા હાથ માં,
પળ માં પડદો પડી જશે, ત્યાં,
દાદ મેળવવી તારા હાથ માં,
ભરી ભરી ને કેટલું ક ભરીશ
સાવ નાનકડા તારા હાથ માં,
જગ જીત્યા પછી ય શુ રહ્યું
બોલ શુ રહેશે, તારા હાથ માં?