વાત મારી કેમ કાપો છો તમે?
દોષ ખુદનાં કેમ ઢાંકો છો તમે?
પાપ મનમાં કેમ રાખો છો તમે?
ત્રાસ ખુદને કેમ આપો છો તમે?
જાણું છું વાંચો તમે બહુ પુસ્તકો,
ખુદને પણ ક્યારેક વાંચો છો તમે?
આવશે આફત બધાના જીવ પર,
તે છતાંયે વૃક્ષ કાપો છો તમે.
જિંદગી સૌની અહીં તો એક છે,
શીદ નફરતનાં બીજ વાવો છો તમે?
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)