જન્મ થયો ત્યાંથી કોશો દૂર સુધી જાય છે,
ખબર નથી ક્યાં જાય છે? શું થાય છે?,
સમુદ્રને મળીને પોતાનું અસ્તિત્વ ગુમાઈ બેસવાનું છે,
છતાં પણ પોતાના મીઠાં સ્વર રેલાવતું જાય છે,
નિર્મળ ઝરણું વહેતું જ જાય છે.
સંકટો આવે છે ઘણા એના માર્ગ માં,
છતાં એ સંકટોનો સામનો કરી આગળ વધતું જાય છે,
ખબર છે એક દિવસ ઊંચાઈએ થી પાડવાનું જ છે,
છતાં પણ એ કિનારા પર વૃક્ષો ઉગાડી,
પોતાની યાદો છોડી ને જાય છે,
નિર્મળ ઝરણું વહેતું જ જાય છે.
ઊંચાઈએ થી પછડાવા ના કારણે તેના
મીઠાં મધુરાં ગીતો બંધ થઇ જાય છે,
કોણ જાણે શું વીતતી હસે એ સમયે આ ઝરણાં પર,
છતાં પણ એ સમયે તે લોકોના માટે
રમણીય દ્રશ્ય બની ફરી મીઠાં મધુરાં ગીત રેળવતું જાય છે,
નિર્મળ ઝરણું વહેતું જ જાય છે.
કેટલાય સંકટો, પડકારો, ઉંચાઈઓ, નીચાઈઓ
પાર કરીને આગળ વધતું જાય છે,
છતાં પ્રાણીઓને મીઠું જળ આપતું જાય છે,
અંતે એક વિશાળ ખારા પાટ ના કારણે ,
આ નિર્મળ ઝરણાં નું અસ્તિત્વ ટુંકાઈ જાય છે,
છતાં પણ એની સાથે મળી,
નિર્મળ ઝરણું વહેતું જ જાય છે.
"મિત્રો ફક્ત આ ઝરણાં દ્વારા જ આપણને આપડા
જીવન માં કઈ રીતે શાંતિ થી તથા ધીરજ રાખી ને
આવેલી મુશ્કેલીઓ નો સામનો કરવાની સીખ મળે
છે."
"So, be a Stream not the Sea or Pond,
small but usefull"??
-Recool J Gohil