ખુદા હવે તો બસ એટલુ આપ મને
કે દિલના દ્વારેથી કોઈ ખાલી ના ફરે;

બદનામ તો એવો કરી દીધો છે એણે મને,
શત્રું આવે છે તો દશા મારી જોઈ પાછાં ફરે છે;

મોત આવે તો હવે મંજુર છે મને,
મારી કબર પર એ બેવફાના નામની ધજા ફરે;

મળે જગના સઘળાંય બેવફાઈના દર્દો મને,
જો દિવાનાઓ જગમાં બધે છૂટથી ફરે;

કાળ મારા બારણે ઊભો છે લઈ જવા મને,
અરમાન એટલા કે જનાજામાં મારા આખું જગત ફરે;

એ ખુદા કફન પણ રડી જાય એવું મોત દે મને,
શાયદ વાવડ સુણી એ બેવફા સનમ પાછી ફરે;

ખુદા એટલું આપજે આખરે મારા મરણ પછી મને,
કે અશ્કની કબરેથી દિવાના કોઈ ઉદાસ ના ફરે!

-અ.રે.

English Shayri by Ashq Reshammiya : 111044516

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now