થાય મને રે મન ઉડી જાઊં પંખી બની ,
નથી જીવવું મારે આ દુનિયામાં કેદ થઇ,
થાય મને રે મન કેવું આ જગત છે ,
જ્યાં બધા બસ પોતા માં જ મગ્ન છે,
થાય મને રે મન કેમ પૈસો જગત બનાવે ,
દોડતા તેની પાછળ લોકોને ગાંડા બનાવે ,
થાય મને રે મન જીવન જીવવું કેમ અનિવાર્ય છે,
ફક્ત પ્રભુની ઈછા હશે તે ખુશીની વાત છે ,
થાય મને રે મન ઉડી જાઉં પંખી બની ,
નથી જીવવું મારે આ દુનિયામાં કેદ થઇ...
DJC✌️