બીજા દિવસે સવારે બસમાં મેં એને શોધ્યો થેન્ક્યુ કહેવા માટે પણ એ મને ક્યાંય દેખાયો નહીં. મનમાં કહ્યું બીજા દિવસે કરી દઈશ. પણ એ તો છેક એક અઠવાડિયા પછી ફરી બસ સ્ટેન્ડ પાસે મળ્યો. આજે પણ હું લેટ હતી આજે કોઇપણ જાતના સવાલ જવાબ વગર હું એની પાછળ બેસી ગઈ. આજે અને થેન્ક્યુ કહેવાનું ના ભૂલી. બસમાં કેમ નતા દેખાતા એને કઈ મારી કોલેજ નો ટાઈમ બદલાઈ ગયો છે. એક સ્મિત ની આપ-લે સાથે અમે બંને જુદા પડ્યા. પહેલીવાર કોઇકની સાથે આવું અટેચમેન્ટ થયું હતું. થોડી અજીબ ફીલિંગ આ ટાઇમ ફિલ્મોમાં થાય એવા ગિટાર નતા વાગ્યા. પણ મનમાં આમિરનું पहला नशा.. पहला खुमार..
नया प्यार है.. नया इंतज़ार
कर लू मैं क्या अपना हाल
ऐ दिल-ए-बेकरार વાગતું હતું.
મનમાં વિચારતી હતી કે શું શોર્ય ના મનમાં પણ આ બધી લાગણીઓ જન્મી હશે?
આ બધા સવાલોના જવાબ જાણવા હતા. આજે જાણી જોઈને મોડું કર્યું મનમાં થયું પહેલાની જેમ આજે પણ કદાચ એ પણ બાઈક લઈને લેટ આવે તો ?
શું શૌર્ય આજે પણ લેટ આવશે??
શું એના મનમાં પણ એજ લાગણી જન્મી હશે?
કે પછી એવુ કંઈજ નઈ હોય જેવુ "હું" વિચારુ
આ બધાજ સવાલ નાં જવાબ જાણવા ક્લિક કરો આ લિંક પર https://www.matrubharti.com/book/19861149/