ચાલ,આ દિવાળી કઇંક અલગ ઉજવીએ.
ઘરની સાફ-સાફઇની સાથે,
મનને પણ થોડુ સાફ કરીએ,
દેખાદેખીના ધૂ-બાવા પાડી,
Originality ની રંગોળી પૂરીએ,
ચાલ,આ દિવાળી કઇંક અલગ ઉજવીએ.
ઘરની લક્ષ્મીને માન આપી,
મહાલક્ષ્મીને પ્રસન્ન કરીએ,
રાખી તેને રાણીની જેમ,
ખુદ રાજા બનીને રહીએ,
ચાલ,આ દિવાળી કઇંક અલગ ઉજવીએ.
વાટકી-વ્યવહારની સીમા,
પડોશીથી વધારી ઝૂપ્પડપટ્ટી સુધી કરીએ,
I.Q. હવેના વધે તો કાંઈ નહી,
H.Q.(Happiness Quotient) વધારીએ,
ચાલ,આ દિવાળી કઇંક અલગ ઉજવીએ.
Screen time ને low કરી,
Family Time ને high કરીએ,
Digital Media ના બદલે,
Personal Meet થી Greet કરીએ,
ચાલ,આ દિવાળી કઇંક અલગ ઉજવીએ.
Portrait,Selfie,Filter,
Insta, ને Bye-Bye કરી,
ખુદની સાથે Meeting કરીને,
ઈશ્વરની સર્વોતમ કૃતીને મળીએ,
ચાલ,આ દિવાળી કઇંક અલગ ઉજવીએ.
-પારસ ગાંધી