Gujarati Quote in Song by Ashish J. Gajjar

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#LoveYouMummy

ચલ માં આજે રમવામાં સંતાકૂકડી રમીયે

થોડુંક તું થોડુંક હું સાથે બેસી જમીયે



ધોવામા તારે વાસણ બાકી,કપડા બાકી,બાકી બધા કામ

કચરૂ વાળતા,પોતુ મારતા,લેતી લાખ હરીનુ નામ

ચલ માં તૈયાર થઇ જા આજે દુનીયા આખી ભમીયે

થોડુંક તુ થોડુંક હું સાથે બેસી જમીયે



તે જ મને કહ્યુ કે જો આને ઇશ્વર કહેવાય

શુ આપણે એના પાસે જવુ,એનાથી ના અવાય

તારી વાર્તામાના ચાંદા અને તારલાઓને અડીયે

થોડુંક તું થોડુંક હું સાથે બેસી જમીયે



ગરમાગરમ આપી અમને ખાવામા તુ ટાઢુ ખાતી

સૌથી છેલ્લે સુતી અને પાછી ઉઠી વહેલી જાતી

તારા દર્શન કરી,પગે લાગી તને અમે નમીયે

થોડુંક તું થોડુંક હું સાથે બેસી જમીયે



હાથ પકડી ક ખ ગ ઘ પાટીમા ઘુટાવતી

મને રડતા જોઇ તુ દોડી દોડી આવતી

તારા સપનાઓને અમે આંખોમા સજાવીયે

થોડુંક તું થોડુંક હું સાથે બેસી જમીયે



- આશિષ જયેશભાઇ ગજજર ( આશિર્વાદઉર્મિપુત્ર)

Gujarati Song by Ashish J. Gajjar : 111043489
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now