દિવાળી ની
સાફસૂફીનું કામ તારે ત્યાં પણ
ચાલતું જ હશે ને ?
કબાટના ચોરખાનામાંથી
પેલું કવર તું પણ તારી જેમ જ
કાઢશે જેના પર લખ્યું છે.
“તારા માટે
મારા તરફથી “
પછી ?
પત્ર કાઢીને વાંચીશ ,
“આપણો સંબંધ એક થવા માટે
નહોતો જનમ્યો “!!
આપણા બંનેના પત્ર ના એક સરખા
જ શબ્દો વાંચીને આછેરું સ્મિત
છવાશે બંનેના
ચહેરાપર!!!
અનિલ ભટ્ટ