" માં તે માં બીજા વગડા ના વા "
આ કહેવત તો બધા ને ખબર જ છે અને કહેવત પણ એટલી જ સાચી છે ' માં ' જે પાત્ર છે તેના જેવું પાત્ર દુનિયા નું કોઈ પાત્ર નથી.
' માં ' ની તુલના કોઈ કરી જ ના શકે.
' માં ' વ્યક્તિ જ એવી છે જેમાં વહાલ નો દરિયો ભરેલો છે.ભગવાન ને તો મેં ક્યારેય નથી જોયા પણ ' માં ' ના સ્વરૂપ માં મને ભગવાન દેખાય છે. એક બાળક ને મોટું કરીને તેને દુનિયાદારી ની સાચી રીત જો કોઈ શીખવી શકે તે ' માં ' જ છે. અને મારી જીંદગી ની અંત ઘડી સુધી મારો હાથ પકડી ને સાથે જ રહેશે અને તે પ્રેમ છે મારી વહાલી ' માં '.કેમકે દગો તો બધા જ કરે છે પણ સાચો અને નિખાલસ અને એવો પ્રેમ જેમાં હમેશા મેળવવાનું જ હોય છે તેવો પ્રેમ તો ખાલી ' માં ' જ કરે છે.
મારી વહાલી ' માં ' દુનિયા ની કોઈ વ્યક્તિ મને તમારા જેટલો પ્રેમ ના આપી શકે. અને સાચું કહું ને ' માં ' તો જયારે જયારે જીવન માં મુશ્કેલી ઓ ની ઘડી ઓ મારી સામે આવે ને અને જીવન માં એવો સમય આવે જયારે હું મૂંઝવણ અનુભવું ત્યારે બસ તમારા સાથે ફોન પર વાત કરી લઉં ને તો બધી જ પ્રોબ્લેમ દૂર થઈ જાય છે. અને પ્રોબ્લેમ સામે લાડવા ની એક અલગ જ શક્તિ આવી જાય છ