*"માં"*
સવાર મારી તારા સ્મિત ની સાથ હોય માં,
રાત મારી તારી મમતાની હુંફ મા હોય છે મા.
સુખમાં મારા તારા આશીર્વાદ સાથે હોય છે માં ,
દુઃખમાં પણ તારી દુવાઓ સાથે હોય છે માં .
તારો ને મારો સાથ માં જન્મો જન્મ નો છે,
દરેક જન્મે માં તુજ મને મળે એવી ઇચ્છા છે .
સવાર ની મારી ચા તારી સાથે હોય છે માં ,
રાત ના ભોજનમાં પણ તું મારી સાથે હોય છે માં .
તારો જન્મદિવસ મારે દિવાળી છે માં ,
તારો લાગણી ભર્યો ગુસ્સો મારે હોળી છે .
તારો પ્રેમ જીવન ઉત્સવ સમાન છે માં ,
મારી દુનિયા તારા થી જ શરૂ તારી ઉપર જ સમાપ્ત છે માં .
મારા અસ્તિત્વમાં તારા પ્રેમ ની "ભાવના" વહે છે માં,
મારી દરેક ધડકન માં તારું નામ ગુંજે છે માં .......