#LoveYouMummy
મારી પિ્ય મમ્મી,
આજે તને આભાર વ્યકત કરવા માટે ખાસ આ પત્ર લખી રહી છું.મારા જન્મથી લઈને આજ સુધી હું જે કંઈ છું એમાં તારી જીંદગીનું ઘણું બલિદાન છે. મને આ સમાજમાં એક છોકરી તરીકે ખુમાનદારીથી,નીડરતાથી જીવી શકુ તે માટેની બધી જ સમજણ આપેલી છે.સમાજના લોકોની અવગણના કરીને મને આ ભણતર આપ્યું જેના કારણે હું આજે મસ્તક ઊંચું કરીને સ્વમાનથી જીવું છું.તારી જીંદગીની એ દરેક ક્ષણ માટે આભાર માનું છું જે મારી જીંદગીને અમુલ્ય બનાવવા માટે તે ગુમાવી છે.હું નાની હતી ત્યારે તારી લાગણીની કિંમત નહોતી પણ આજે તારા માટે લખવા બેસુ તો કાગળ અને પેન પણ ખુટીં પડે.