કલીયુગનો અંત
કલી કાયર છે તું ,
જે માણસના મનમાં સંતાયો છે,
યોદ્ધા નથી તું,
જે લોકમાનસને પ્રભાવમાં રાખે,
હિંમત નથી તારામાં, સામે આવવાની
માટે મનુષ્ય ને એકબીજા સાથે લડાવે છે,
નથી કોઇની ચિંતા તને,
માટે તું હેવાન બની રહ્યો છે,
જેમ તારો પ્રભાવ વધી રહ્યો છે,
તેમ તું ઉન્માદ થઈ રહ્યો છે
પણ હવે તારા પ્રભાવ
આવી રહ્યો છે અંત નજીક
તારા ચાર અંત માંનો
પ્રથમ અંત જલ્દીથી આવશે
જો તું યુગ છે,
ત્યારે હું તારો કાળ બનીશ
તારામાં જે હેવાન છે
તેનો અંત હું કરીશ
તારા અને તારા પ્રભાવ નો અંત કરતાં,
કાળધર્મ નો દોષી બનીશ,
તે મંજૂર છે
તારો પ્રથમ અંત મારા હાથમાં નથી,
પણ ત્રીજો અંત મારા હાથે થશે.
કેમકે હું આર્યવર્ધન છું
by અવિચલ પંચાલ