#loveyoumummy
વ્હાલી મમ્મી,
કેમ છે? મજા માં ને?
આજે તને પત્ર લખીને મારા દિલની વાત જણાવું છું.
મને યાદ છે કે તું મને નિયમિત પત્રો લખતી જ્યારે હું તારાથી દૂર હોસ્ટેલમાં રહીને મારો અભ્યાસ કરતી હતી.તુ હંમેશા મારું પ્રેરણા બળ રહી છે.અત્યારે હું જે કંઈ છું એ તારા સ્નેહ અને આશિર્વાદ ને કારણે છું.તારો દિકરી ને ભણાવી ને પગભર કરવા નો આગ્રહ , ઘરકામ જ ફકત નહીં પરંતુ પોતાના શોખને વિકસાવવાનો મત , વિગેરે વિચારો ને લીધે અમે અમારી કારકિર્દી બનાવી શક્યા અને જીવન જીવવાની કળા પણ શિખ્યા.
તું હંમેશા ખુશ રહે એવી પ્રભુને પ્રાર્થના.
લિ.
તારી વ્હાલી દીકરી
સેજલ.