લહેરો
યુગોથી ક્ષણો માં વહે છે લહેરો ,
અધૂરી ક્ષણો માં વહે છે લહેરો .
મહેફિલ છોડી થપાટો સહેતી ,
તડપતી ક્ષણો માં વહે છે લહેરો .
અશાંતી છતાં તે ઉદાસી ખંખેરી ,
વિતેલી ક્ષણો માં વહે છે લહેરો
રુપાળા સહારા ઇશારા કરે ને ,
અજાણી ક્ષણો માં વહે છે લહેરો .
ઘડી બે ઘડી બેજુબાન અવાજો ,
અનોખી ક્ષણો માં વહે છે લહેરો .
અહેસાસ જુદાઇ નો આંખમાં ને ,
ગુલાબી ક્ષણો માં વહે છે લહેરો .
સખી પાંપણોમાં સ્વપ્નો ભરીને ,
વહેતી ક્ષણો માં વહે છે લહેરો .