Gujarati Quote in Story by DJC

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય અને મહત્વ
(કાલ્પનિક વાર્તા )

એક રાતની વાત છે જયારે રૂમ ની બારી માંથી ચંદ્ર અને કાળું આકાશ દેખાયું ત્યારેજ આ વાર્તા નું નિર્માણ કર્યું ...ચાલો તમને પણ આ સરસ વાત કહું ........

એક સમયની વાત છે જયારે ભગવાન /ઈશ્વર બધા રંગો થી ખુબજ સુંદર વસ્તુઓ નું નિર્માણ કરી રહ્યા હતા ....ભગવાન સામે મુકેલી થાળી માં ૮ રંગો હતા.....
ભગવાને તેમાંથી પેહલા સાત(7) રંગો લીધા અને મેઘધનુષ્ય ? ની રચના કરી ......
હવે તમને થશે એક રંગ બાકી તે કયો હશે ....????

તે હતો કાળો રંગ....

સાતેવ ખુબજ ખુશ હતા અને કારણ કે તેમની પેહલા પસંદગી થાય એટલે તેમને પેહલા મહત્વ મળ્યું .......અને સાથે સાથે વધારે ખુશી કાળા રંગને સામીલ ના કર્યો તેની હતી......

તે સાતેવ રંગો કાળા રંગને ખુબજ ખિજાવતા કે જોયું તું કાળો તારું મહત્વ નથી ભગવાને પણ કેવું કર્યું.......

આટલું સાંભળી સાંભળીને કાળો રંગ કંટાળી ગયો અને ગયો ભગવાન પાસે ......

ને ફરિયાદ કરી કે મારુ મહત્વ જ નાતુ તો મને અસ્તિત્વ જ કેમ આપ્યું......

ત્યરે ભગવાન હસીને બોલ્યા .....
તારા માટે પણ કૈક વિશિષ્ઠ જ રાખ્યું છે....

કાળો રંગ અચમ્બા માં પડ્યો .....

ને સાહેબ ભગવાને જવાબ આપતા કહ્યું .....તને મારે રાત્રી મા પૂરવાનો છે
તારું મહત્વ એટલું હશે કે મોટામાં મોટો ચંદ્ર કે પછી તારાઓ ને ચમકવા માટે તારી આવશ્યકતા રહે રહે ને રહેજ........

આ સાંભળી કાળો રંગ ભાવુક બન્યો ...ને માફી માંગી....

તો ભાવાર્થ : એટલોજ કે દરેક નું મહત્વ છે દુનિયામાં .....દરેક જન મહત્વનું છે .....ફક્ત યોગ્ય સમયે યોગ્ય સ્થાને માટે ભગવાન રાહ જોતા હોય છે....... DJC✌️

Gujarati Story by DJC : 111042702
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now