#loveyoumummy
દુનિયાના બધા સંબંધોમાં અજોડ સંબંધ છે, માં સાથે !
લાગણી નો અનન્ય રુણાનુબંધ છે, માં સાથે !
પિતા ને કહેતા સંકોચ થાય એવી બધી વાતો કરી શકાય છે, માં સાથે !
સખી સહેલીઓ ની જેમ ગમ્મત કરી શકાય છે, માં સાથે !
હૃદયનો ભાર હળવો થાય છે, માં સાથે !
સુખદુઃખના સંભારણા માણી શકાય છે, માં સાથે!
સંબંધો કેમ નિભાવવા એ સમજી શકાય છે, માં સાથે!
વ્યવહારમાં બીજા ની ભૂલો ન જોવી એ જાણી શકાય છે, માં સાથે!
અને જીવન જીવવાની કળા શીખી શકાય છે, માં સાથે!
ડૉ.સેજલ દેસાઈ ?