પ્રતિ મમ્મી,
મુ.પો. સ્વર્ગ,
આકાશ માર્ગ,
સૌથી તેજસ્વી સિતારાની બાજુમાં.
વ્હાલી મમ્મી
૭મી ઓક્ટોબર ૧૯૪૫ના દિને
ઈશ્વરે પૃથવી પર તેના પ્રતિનિધિ તરીકે
નિર્માણ તારું કર્યું.
અને પછી...
સમયાંતરે તેં મારું...
મા ની મમતા, ક્ષમતા, સમર્પણ, ત્યાગ
બલિદાન, ભાવના વિગેરે... વિગેરે...
પરીક્ષામાં ગુણ પ્રાપ્ત કરવા
વાંચવા ખાતર વાચ્યું ને લખવા ખાતર લખ્યું
પણ જ્યારે,
પેલી હરણી બચ્ચાંને રક્ષવા
સિંહ સામે બાથ ભીડે
તેમ...
પચ્ચીસ-ત્રીસ ચડ્ડી-બનિયાનધારીઓ સામે
બાથ ભીડી તે મોતને વ્હાલ કર્યું.
તારા સુહાગને રક્ષવા,
તારી દીકરીઓને રક્ષવા
તારી મમતા અને ક્ષમતાનો તે સમયે પરિચય થયેલો
આમ છતાં,
એક દીકરી તરીકે ઝાઝું સમજી નહીં શકેલી
પરંતુ...
યોગાનુયોગ તારા જ જન્મદિને,
મેં માતૃત્વને આત્મસાત્ કર્યું.
ત્યાગ, સમર્પણની દીક્ષા મેળવી.
ત્યારે...
હું તને સમજી શકી
અને, તને અંજલિ અર્પવાની તીવ્ર ઈચ્છા ઝંકૃત થઈ
તારી મમતાને સજાવવા શબ્દોકોશનાં
પાને-પાનાં ઉથલાવી નાંખ્યા.
પણ,
તારી તોલે કોઈ શબ્દ જડ્યો નહીં
દીવાલ પર ટાંગેલા ફોટાની ફ્રેમમાંથી તું
મારું આ નાટક જોઈ રહી હશે
પણ,
સાચું કહું તો શ્રદ્ધાની અંજ