Gujarati Quote in Blog by Heena Modi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રતિ મમ્મી,
મુ.પો. સ્વર્ગ,
આકાશ માર્ગ,
સૌથી તેજસ્વી સિતારાની બાજુમાં.

પૂ. મમ્મી,
આજે તારો નિર્વાણદિન. હૈયું ભારે થઈ ગયું. કદાચ તું હોત! હું સ્ત્રીત્વને સમજું, વિચારું, અનુભવું એ પહેલાં આ મેળાવડામાં તું મને છોડી અનંતયાત્રાએ ચાલી ગઈ. આ માણસોનાં જંગલમાં હું ક્યાંક અટકી નાં પડું એ બાબતે તને મારી ચિંતા તો થઈ હશે. આપની માં-દીકરી વચ્ચે સ્ત્રીત્વ વિશે ક્યારેય સંવાદ થયો નહીં. એક દીકરી સ્ત્રીત્વનાં પાઠ કોની પાસે શીખી શકે! સિવાય મા. આ સાંસારિક અથડાઅથડી વચ્ચે હું પણ ચાલીસીનો ઉંબરો ઓળંગી ગઈ. મમ્મી! હું મારી આ સ્ત્રીમુસાફારીમાં જે જોઈ શકી, જે જાણી શકી, જે સમજી શકી અને અનુભવી શકી એ ઉપરથી હું એ નિષ્કર્ષ પર પહોંચી- સ્ત્રી એટલે જીવતરનો ખાલીપો અને સ્ત્રીત્વ એટલે આ ખાલીપાનાં ખેતરમાં લાગણી, પ્રેમનું ખાતર આપી સુંદર મધમધતો બગીચો ઉગાડવો અને સૌને સમૃધ્ધિમય જીવન બક્ષવું. એની પાસે પોતાની કોઈ સમૃદ્ધિ હોતી નથી. સૌની અપેક્ષા પાર પડે તો, એનું કર્તવ્ય કહેવાય અને નાની-સરખી ચૂક થાય તો એને ફરજ્ચૂકનો ‘ખિતાબ’ આપતાં ક્યારેય કોઈ અચકાતું નથી. આમ, છતાં જીવતરમાં ખાલીપા વચ્ચે મહાયોદ્ધીની જેમ જીવન જીવી જનાર આ સ્ત્રીન

Gujarati Blog by Heena Modi : 111042568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now