“ ઘણીવાર માનવી પોતાની ખુમારીમાં ખુવાર
થતા હોય છે.પ્રકૃતિ પોતાના નિયમોમાં બાંધછોડ નથી કરતી .
પરિસ્થિતિનો સ્વીકાર કરી આગળ વધવામાં અનંક અંતરાય આવતા હોય છે. ઘણીવાર કલ્પનાતીત મુશ્કેલીઓમાં મુકાવું પડે છે, સંઘર્ષ કરવા પડે છે, વેઠીને તેને પાર પણ કરવા પડે! જીવન પ્રાપ્ત કર્યું છે, તો મૃત્યુ સુધીની સફર પણ કરવાની થ.આ સફરનો રાજમાર્ગ કોઈ સુંવાળા ગાલ જેવો સરળ નથી જ હોતો!
...કૌશિક અમીન.