#Love you mummy
મમ્મીને મારા સાદર પ્રણામ,
સવારે જાગીને જ્યા તારું મુખ યાદ આવે ,જમવા બેસુને જ્યા તારા હાથનું બનાવેલું ભોજન યાદ આવે એવી છે તુ મારી માં.આજે વર્ષો પછી પણ એટલી જ મારા જીવનમાં તને મહેસુસ કરૂ છું.ધંધા રોજગાર માટે વતનથી તારાથી દુર જવું પડયું, પણ મમ્મી હુ સતત તારા એ નિસ્વાર્થ પ્રેમનો ખાલીપો અનુભવું છું.મમ્મી તારો બાળપણમાં ખાધેલો માર અને છતાં પણ એ વ્હાલ આજે પણ યાદ છે.મમ્મી આજે હું જે પણ કાંઇ મારી જિંદગીમાં પામી શક્યો છું એ માત્રને માત્ર તારી કેળવણીના લીધે જ છું.મમ્મી મને ગર્વ છે તારા પર કે હું તારો પુત્ર છું.મમ્મી અંતમાં એટલું જ કહીશ કે-
માં તુ એટલે મારૂં અસ્તિત્વ!!
માં તુ એટલે મારી સૃષ્ટિનો સર્જનહાર!!
તારા થકી જ જોઇ શક્યો હું આ દુનિયા!!
ધન્ય છે મારી જાતને કે હુ જનમ્યો તારી કૂખ!!!
-mahender