#LoveYouMummy
नास्ति मातृसमं त्राणं नास्ति मातृसमा प्रपा ।।
મારી પ્યારી મમ્મી
માં ના આંચલ જેવો શીતળ છાંયો બીજે કોઈ નહિ,માં ની મમતા જેવો બગીચો બીજો કોઈ નહિ,માં ના સાનિધ્ય માં જે સુરક્ષા ની ભાવના થાય તે બીજે ક્યાય નહિ મળે.
જયારે કોઈ મારી સફળતા ને કે પછી મારા માં રહેલી ખૂબીઓને કોઈ વખાણે છે ત્યારે તે સરાહના ની પ્રથમ હકદાર તું જ છે માં.કારણકે તેં જે કઈ મારા માં જે કઈ સંસ્કારો નું સિંચન કર્યું તે આજે વટવૃક્ષ બની ને મને સફળતા ઓ ની સીડીઓ ચડવા માં મદદરૂપ થયા છે.હું આજે જે કઈ મુકામ પર પહોચ્યો છું તે તારા પ્રેમ અને તારા તરફ થી વારસા માં મળેલા ગુણો જેમકે સાહસિકતા,ઈશ્વર માં આસ્થા,નીડરતા,સચ્ચાઈ ના કારણે છું.જયારે પણ કોઈ એવી પરિસ્થિતિ આવે કે જ્યાં હું કોઈ નિર્ણય પર ના પહોચી શકું ત્યારે આંખ બંધ કરી ને તને યાદ કરતા જ મને સરળ રસ્તો મળી જાય છે.માં ના પ્રેમ ને શબ્દો માં ક્યારેય ના બાંધી શકાય પણ હું તને કેટલો પ્રેમ કરું છું તેના વિષે લખવા નો આ નાનકડો પ્રયાસ કરું છું માં.
લિ .તારો ટીનીયો