Gujarati Quote in Microfiction by Vijay Prajapati

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#loveyoumammy

વ્હાલી મારી #માં ,

માં હુ તને ક્યારેય ''મમ્મી'' કહી શકવાનો અવસર મળ્યો જ નથી મને,, એટલે તને માં થી જ ઉચ્ચારણ કરવુ પડે છે,,,મારે,
અધૂરા એ ધાવણ ના ઘૂંટડે માં તુજ થી વિખુટો પડ્યા ની મને જ ખબર નથી. કારણ કે પ્રશ્ર્નાર્થો કે તારી તકલીફો ને હુ કેવી રીતે ઓળખુ સિવાય એ સમયે હુ મારી કેવળ તારા થી ભૂખ ને હૂંફ જ મેળવતો.
સગા સ્નેહી ના મોઢે માં તારા વખાણ જ સાંભળ્યા કરુ કે તને આટલો આવી રીતે વખાણ કરતી,હુ રુદનતા શ્ર્વાસે એ વાતો ને મારી ફીલીંગ્સ મા લેતો રહુ પણ જોયા વગર જ ગુંથ્યા કરતો, શુ મળતુ કેવળ માં ના વિરહ ના આંસુ જ,?
એક પ્રસંગ સાંભળ્યો તો કે માં જ્યારે છ એક માહ નો હતો ત્યારે મારી સાંથળ પર ગરમ ચા ઢોળાયી હતી, એ સમયે હાંફળી થઈ સફાળી થઈ ગામ મા આમતેમ ખુલ્લા થાને મને છાતીએ ચાંપી ને દૌટ મૂકી તી કે દવાખાને લઈ ગયી ને છેવટે દવાખાને દાક્તર નહી બાદ મા દેશીપચાર કરી મને રડતો છાનો રાખ્યો ને બે દિ સુધી જમી પણ નહતી કારણ હુ દુ ખ મા જ હતો મને સાંથળે બળતુ ને હુ ઠણકા અવાજે લાલઘુમ આંખે રડ્યા જ કરતો માં ખૂબ જ દુઃખી હતી એ સમયે કે આ ઘટના બની ' આવુ સાંભળ્યું તુ માં ના સ્નેહાર્થી પાસે થી,,
માં એટલે મને સતત ઝંખતુ એક સ્મૃતીપર્વ જે સપના પૂરા થશે પણ તુજ વિના અધુરા,,,,,,,,,,,,,,
થોડોક મોટો થયો માં હુ પાચેક વર્ષ નો પછી શાળા એ જવાનુ આરંભ્યુ,, બધા જ છોકરા ને એમની મ્મી લેવા આવતી ને મને મારા નાના પણ હુ રમત મા રમત મા કેવળ નાના ની જ રાહ જોતો,,પછી નાના એ લેવા મુકવાનુ ટાળ્યુ હુ જ એકલો જતો ને આવતો ને શિક્ષકો ને પણ વાલી તરફી આ વાતે હંમેશા ટાળી ટાળી ને શિક્ષા લે તો,,,વિતી એ અંધારી શૈશવ ની પળ ને ઘુઘવતુ ચિત્રણ.
માં હુ સતત ઝંખુ છુ મમી કહેવા તુ ક્યા?
હુ શાળા ને પગથીયે સાવ એકલો મા તુ ક્યા?
ટીફીન કે નાસ્તા ને ડબ્બે મા સ્વાદે વલખા તુ ક્યા?
તુ કપડા પહેરાવા ય નથી આવતી મા તુ ક્યા?
તુ હવે મને માથુય નથી ઓળાવી આપતી માં?
તુ હવે માં ફરીયાદે નથી કરતી કે ક્યા 'ભટકે' છે?
લોકો પૂછે કહે તને સાંભરે માં કોને કહૂ હૂ રોજ??
અંધારા મા રાતે ઉઠતો પણ નથી મા નથી તો?
પરોઢ મા હાથ ફેરવી ને લલાટે પંપાળે કોણ હે માં?
નાસ્તા ને ખાવાનૂ પેટ જાણે ને પૂછે પણ કોણ
દફતર ની અંદર કચરો ભેગો કરતો આશ એજ કરશે માં મારી સાફ??
ફરીયાદે ક્યા કરુ કે આજે તને બોલાવતા મારી ફરીયાદે શાળા ના શિક્ષક?
ખુબ નવડાવી ને ભીના કર્યા ઓશીંકા મે તને સંભળાયુ હે માં?
માં હવે શુ કરુ જો એને પૂંખવાનૈ ભામણા લેવા જો તુ જ નથી તો?
હુ જોયી જ નથી તને માં તો પણ આમતેમ શોધ્યા જ કરુ છુ માં.

માં ઘણુ બધુ તારા વગર વિતાવી લીધુ ઝરણા ની જેમ વહાવી લીધી એક ધાર નદી ની જો તુજ નથી તો,?
જ્યારે પણ સમણા ની વાટે ક્યારેક મળજે મારી મા,, તને કહેવુ છે ''હુ સતત તારી યાદોમા રોવુ છુ માં''
હજી ઘણુય હતુ માં તારા વગર.......

લિ.. માં તારો વિજુ ..

Gujarati Microfiction by Vijay Prajapati : 111041838
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now