જાય જન્મારો સાવ વૃથા હરિભજન વિના.
અધૂરી રહે જીવન ગાથા હરિભજન વિના.
હેતુ માનવજન્મનો થાય નહિ સાર્થક વળી,
રહેતો વસવસોને વ્યથા હરિભજન વિના.
માત્ર તનકાજે જીવન જીવીને શું મેળવ્યું?
ના સાંભળી પ્રભુની કથા હરિભજન વિના.
માહ્યલો મબલખ પસ્તાવાનો આખરવેળા,
પ્રાયાશ્ચિતે અશ્રુ વહે તથા હરિભજન વિના.
જે નથી ધબકતું ઉર હરિદર્શન કરવા કાજે,
લાગશે ઝંઝાળ દુન્વયીપ્રથા હરિભજન વિના.
નહીં મળે શાશ્વત શાંતિ જે આતમની ઝંખના,
ભટકવાનું ચોરાસી અન્યથા હરિભજન વિના.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.