આજે મારી અંદર રહેલું બાળક પ્રશ્ન કરે છે કે આ દુનિયા ની દુનિયાદારી નિભાવાની લ્હાય માં તું ક્યારે તારી સાચી ઉંમર જ ભૂલી ગઈ... અતિ સમજદાર બનવાની દોડ માં ક્યારે તું એ બાળ સહજ વ્યક્તિ ને ભૂલી ગઈ..પીઢ, શાંત, સમજુ દેખાવા માટે એ નફ્ફટ, નાદાન બાળક ને કેમ ભૂલી ગઈ! એટલી ગમી ગઈ છે આ યુવાની કે પછી રાતો ના ઉજાગરા ગમી ગયા છે! કે માં બાપ ને મૂકી ને પૈસા વ્હાલો કરી લીધો છે... ફળિયા ને ભૂલી એ ઇટો ના મકાનો ગમી ગયા... ક્યાં ગઈ એ નાદાન આંખો જેમાં નાદાન જીદ હતી! હવે તો તારી જીદ્દ પણ જીદ્દી થઈ ગઈ છે..સપના ઓ પણ કિંમત જોઈ ને જુએ છે... દિલ તો લોકો ને તોડવા આપતી ફરે છે... આ બધું મળ્યું એમ ને મોટા થઈ ને! ક્યારેક તો બાળપણ યાદ કરી લેજે.. હજુય તારી કાગળ ની હોડી તને યાદ કરે છે.. હજુય તારી રાજા વજીર ની ચાર ચિઠ્ઠી તને બોલાવે છે.. હજુ તારું ગામ તારી પા પા પગલી સાચવી ને બેઠું છે...હજુય એ બા એની નાની બેબી ને જ ગોતે છે... આ બધા દેખાડા માંથી સમય મળે તો આવતી રહેજે...