વ્હાલી મમ્મી
વધું કંઈ નહીં બસ થોડી કાવ્યકણીકાઓ તમારા માટે
1)
બા માંથી મા ને પછી મમ્મી ને મોમ
સાડી ડ્રેસ કુર્તી બદલાય વસ્ત્રોના ફોર્મ
બદલાયું બધું સમયે રહ્યું અચલ એક
વરસે વ્હાલપ સંતાન માટે રોમે રોમ
2)
જરા દૂરથી પાસે આવને મમ્મી
મધુરું હાલરડું સાંભળાવને મમ્મી
ઊંઘ તો આવતી ત્યારે મીઠી હોશ
માથે હાથ મૂકી વ્હાલપ રેલાવને મમ્મી
3)
માં વિશે લખું
શું કઈ પણ નથી
ખબર.અંતે
માં એટલું જ લખ્યું.
બધું જ આવી ગયું.
- શ્રેયસ ત્રિવેદી
#LoveYouMummy