#Loveyoumom
Dear mummy...
Love u mom, મને તમારો પ્રેમ ત્યારે ખરી રીતે સમજાયો જ્યારે હું ખુદ માતૃત્વને ખોળે બિરાજમાન થઈ. તમે મને સમજાવ્યું કે લગ્ન પછી તારું ને મારુ ઘર અલગ છે. તારી સમસ્યાઓ તારે એ પરિવાર સાથે શેર કરવાની થશે મારી સાથે નહિ, અહીં જેમ પરિવાર છે એમ ત્યાં પણ તારો જ પરિવાર છે, અહીં જેમ રહેતી તેમ જ ત્યાં રહેવાનું છે. કોઈ સમસ્યા હોય તો હું ચોક્કસ મદદ કરીશ, પણ કોઈનો વાંક હોય ત્યારે આ પરિવારમાં હોય તો તું શું કરે એમ વિચારીને નિર્ણય લેજે. અહીં એ સમજણે જ મને અણમોલ બનાવી છે. હજી પણ બગડેલી દાળ હોય કે સંબંધો તમારી જ યાદ આવે છે, હું તમારો જ પડછાયો છું એમ બધા કહે છે. તમારા વિના મારું અસ્તિત્વ જ નથી. તમે એ લાગણીનું મૂળ છે જેમાં ફુટેલી હું માત્ર ડાળ છું. Love u તો બહુ નાનો શબ્દ છે તમારા પ્રેમ સામે, ને Thank u.. તો ક્યારેય નહીં કહું કારણ કે તમારું ઋણ મારે જન્મોજન્મ રાખવું છે તમારા માતૃત્વ ની છાયા મા...