Gujarati Quote in Blog by Simran Jatin Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સુખ અને દુઃખ....

આપણે તમે ને હું બધા જ માણસો... આમ તો બેઝિકલી સોશિયલ એનિમલ જ ક્યારેક એકલા એનિમલ પણ ઘણા બની જતા હોય છે... આપણે ક્યારેક વધુ પડતા છીછરા બની જઈએ છીએ તો ક્યારેક વધુ પડતા નાની મોટી વાતે કંટાળી જતા હોઈએ છીએ... ખોટો ગુસ્સો કરતા હોઈએ છીએ.... અકારણ રડતા હોઈ એ છીએ... કોઈને દુનિયા માં કેમનું અને કેવી રીતે જીવવું એ જ સમજ પડતી નથી.... કે પછી આવડતું જ નથી.... આપણા દરેકમાં સમજદારી ની કમી છે....

અવારનવાર લોકો અને હા લોકોમાં બધાય આવી જાય તમે અને હું પણ... અકારણ જ ઉદાસ, નિરાશ થઈ જતા હોઈએ છીએ... બધા કારણ વિના જાતે જ દુઃખી રહેવા ટેવાય ગયા હોય એમ લાગે છે... કોઈને એમ થાય છે કે, થોડા સુખી પણ થઈ શકાય... એ પણ જાતે જ અકારણ....

આમ તો દુઃખી થવા જેટલું સુખી થવું સહેલું તો નથી પણ અઘરું ય નથી જ હો... હું ક્યારેક નાના નાના બાળકો ને નિર્દોષ હસતા જોવું તો આપોઆપ જ ચહેરા ઉપર મુસ્કાન આવી જ જાય....
ક્યારેક પરોઢિયે વહેલા ઉઠી ને ઉગતો સૂરજ જોવું તો જાણે શરીરમાં નવી ઉર્જાનો સંચય થયાની અનુભતી થઈ જાય છે.... ઘણીવાર ગાર્ડન પરના લીલાંછમ ઘાસ એ પણ ઝાકળ થી ઢંકાયેલા જોવું તો આંખોને અજીબ જ સુકુન મળે છે.... ઘર આગળ થી નીકળતા પશુ પક્ષી ઓને સવાર થી લઈ રાત સુધી પાણી પીવડાવ્યા કરું છું ખુદને તૃપ્તિ થયાનો એહસાસ થાય છે.... કોઈ મારી સાથે પ્રેમ થી લાગણીસભર વાતો કરી છે તો ધ્યાન દઈ સાંભળું છું આંખો માં આંખો દઈ તો ક્યારેક મનની આંખોથી પણ ત્યારે મન પ્રેમથી છલકાઈ જાય છે.... ક્યારેક મંદિરે ગઈ હોવ તો કે પછી એમ જ રસ્તા પર નજરે ચઢતા નાના ફૂટપાથ પર રહેતા બાળકોને જમવાનું અને કપડાં આપું ત્યારે એ લોકોનો હસતો ચહેરો મને શાંતિ આપે છે....

મને તો કોઈ મને પર્સનલી સુખ આપે કે ન આપે એ વાતે મને જરાય કોઈ દુઃખ છે નય... આ બધામાંથી જ મને જોઈએ તેટલા પ્રમાણમાં સુખ મળી રહે છે....

સૌ કોઈ દુઃખી છે જ પણ એવું પણ નથી કે સુખ ક્યાંય છે જ નય.... પણ ઘણીવાર આપણે નાનકડા દુઃખને વાગોળી વાગોળી મોટું રૂપ આપી દઈએ છીએ....

આપણે માણસો ક્યારેક જાણી જોઈને દુઃખી રહેતા હોઈએ છીએ.... તો હવે કેમ ન જાણી જોઈએ ને થોડું સુખી રહેતા શીખીએ.... કુદરત ને માણીએ... ઈશ ના ધ્યાનમાં બેસીએ... પ્રકૃતિના હર રૂપની આવકારીએ અને મજા લઈએ....

નાહક ના દુઃખી કેમ રહીએ અને લોકોને પણ કરીએ.... કેમ ન અકારણ જ ખુદ હસીએ અને લોકોને પણ હસાવતા રહીએ.... વ્યર્થ આંસુ ઓ કેમ વ્હાવ્યા કરીએ.... ખુશીઓની નદી બની કેમ ન વહ્યા કરીએ.... અને હરેક ને એમાં ભીંજવી દઈએ.... રોતળા જ કેમ રોતા રહીએ બધા પાસે.... થોડી ખુશી પણ આપી એ...

કેમ ન નિરંતર અસીમ લાગણીઓનું મીઠું ઝરણું ચોતરફ વ્હાવતા રહીએ.... ન કોઈ ભેદભાવ કે ન કોઈ રાગદ્રેસ.... ન કોઈ જાણીતું હોવું એ જરૂરી હોય કે ન લાગતું હોય કોઈ અજનબી.... બધા જ પોતીકા જ પોતીકા... ન ક્યાંય નફરત ને સ્થાન બધે પ્રેમ જ પ્રેમ.... અખૂટ ને નિઃસ્વાર્થ પ્રેમ જ....

આજથી સૌ કોઈ પ્રેમાળ બનીએ..... જે શબ્દ બોલવા માં વાંચવામાં લખવા માંજ કેટલો સરસ અને સ-રસ છે તો કેમ ન આપણે પણ એવાં જ બની જઈએ...

#સાંઈ સુમિરન....

#સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111041297
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now