Gujarati Quote in Story by Yuvraj Zala

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન ના ૨૦ વર્ષ હવા ની જેમ ઉડી ગયા.
પછી શરુ થઇ નૌકરી ની શોધ.
આ નઈ પેલું,
પેલું નઈ ઓલું
આમ કરતા ૨ થી ૩ નોકરિયો છોડતા છોડતા એક નક્કી કરી.
થોડી સ્થિરતા થઇ.
અનલગ્ન થયા.
જીવન ની રામ કહાની શરુ થઇ ગઈ.

લગ્ન જીવનના શરૂઆત ના ૨ વર્ષ કોમળ, ગુલાબી, રસીલા અને સપનાઓ ને પુરા કરવામાં પસાર થઇ ગયા.

હાથો માં હાથ નાખી હરવું, ફરવુબધું થયું.
પણ આ દિવસો જલ્દી થી હવા થઇ ગયા.
અને પછી બાળકના આવવાની આહટ થઇ.
હવે આખું ધ્યાન બાળકમાં કેન્દ્રિત થઇ ગયું.
બાળક સાથે હસવું, રમવું, ખાવું,પીવું અને લાડ કરવાનું શરુ થઇ ગયું.
સમય એટલો જલ્દી થી પસાર થઇગયો કે ખબરજ ન પડી.

અને આ બધાની વચ્ચે ક્યારે મારો હાથ તેના હાથ થી નીકળી ગયો,
વાતો કરવી,
હરવું ફરવું ક્યારે બંધ થઇ ગયુંખબરજ ન પડી.
બાળક મોટું થતું ગયું,
તે બાળકમાં વ્યસ્ત થઇ ગઈ,

અને હું મારા કામ માં.

ઘર અને ગાડી ની EMI,બાળક ની જવાબદારી, શિક્ષા અને ભવિષ્ય ની ચિંતા અને બેંક માં રકમ વધારવાની ચિંતા.
તે પણ પોતાને કામ માં વ્યસ્ત કરતી ગઈ અને ....

હું પણ.જોતા જોતા હું ૪૫નો થઇ ગયો. ઘર, ગાડી, પૈસા, પરિવાર બધુજ હતું પણ કંઇક ખામી લાગતી હતી.
અને એ શું છે એ ખબર ન પડી.
એની ચીડ-ચીડ દિવસે દિવસે વધતી ગઈ,
અને હું ઉદાસ થતો ગયો. છોકરું મોટું થઇ ગયું અને તેનો સંસાર બાંધવાનો સમય આવ્યો. ત્યાં સુધી અમે ૫૦- ૫૫ વર્ષની ઉમરમાંપહુંચી ગયા.
એક ક્ષણ માં મને જુના દિવસો યાદ આવવા લાગ્યા.

અને સારો સમય જોઈ મેં તેને કીધું..... *” અરે જરા અહી આવ,  મારી પાસે બેસ.ચાલ હાથો માં હાથી નાખી ક્યાંક ફરવા જઈએ.”*
મને વિચિત્ર નજરોથી જોવા લાગી અને કહ્યું, *” કઈ ભાન છે કે નહી, ઘરમાં આટલું કામ છે અને તમને વાતો ના વડા કરવા છે અત્યારે.”*

આમ કહી સાડી નો પલ્લું જોસથી અંદર કરી રસોડા માં ચાલી ગઈ.
૫૫ ની ઉમર માં પહુંચ્યા પછી વાળ માંથી કાળો રંગ જતો ગયો,
આંખો માં ચશ્માં આવી ગયા.
દીકરો ભણવા વિદેશ જતો રહ્યો.
સાપનું પણ પૂરું થઈ ગયું અને દીકરો હવે પોતાના પગ પર ઉભો થઇ સારી નોકરીએ લાગી ગયો.
હું અને મારી પત્ની હવે એક સરખા દેખાતા હતા.
અમે બન્ને ઘરડા થઇ ગયા હતા.
દવાઓ પર જીવન જીવવાનું શરુ થયું અને ભગવાન ની પ્રાર્થનાઓ માં લાગી ગયા.

બાળકો મોટા થશે તો ખુશી થી આ ઘરમાં રહીશું એવું વિચારી આ ઘર લીધું હતું જે હવે મોટો ભાર લાગી રહ્યો છે.

છોકરો ક્યારે પરત ફરશે હવે એની રાહ જોઇને દિવસો પસાર થતા ગયા.
એક દિવસ સોફા પર બેસી ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો કે ત્યારે ફોન ની ઘંટડી વાગી,
તરતજ મેં ફોન ઉપાડ્યો.
દીકરા નો ફોન હતો.
તેણે કહ્યું કે એના લગ્ન વિદેશ માં થઇ ગયા છે અને હવે એ પરદેસ માજ રહશે.
અને એમ પણ કીધું કે બેંક માં જે પૈસા છે એ તેને નથી જોઇતા માટે તેને વૃદ્ધાશ્રમ માં દાન કરી દો અને ત્યાજ રહી જાઓ.
આટલું કહી ફોન મૂકી દીધો.
હું પાછો સોફા પર આવી બેસ્યો.
આજે ફરીથી મેં પત્ની ને કીધું
*“ચાલ આજે હાથ માં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ.”*
અને તેને તરત જવાબ આપ્યો, *“હા એક મિનીટ આવી.”* *B#@$¡

Gujarati Story by Yuvraj Zala : 111040954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now