Gujarati Quote in Microfiction by Amita Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બપોર ના એક વાગે એ.જી.એમ. શ્રી કોટકે મેનેજર મહેતા ને ફોન કર્યો.“ મિ. મહેતા, આપણા ઝોન ના પી- રીવ્યુ નું પ્રેઝન્ટેશન મને તાત્કાલિક જોઈએ. ૪ સુધી માં મોકલી આપો. “ યસ સર , યસ સર, કહી ને મહેતા એ ફોન મૂક્યો ને મન માં ને મનમાં સર ને ગાળો દીધી. બસ , બધું અરજન્ટ હોય. ઇન્ટરકોમ કરી ને ૨૨ વર્ષ ના જુનિયર સમય ને તાત્કાલિક બોલાવ્યો. “સમય , મને ૩ વાગે આ પ્રેઝન્ટેશન તૈયાર જોઈએ .” “અરે, સર બહુ લાંબુ કામ છે,બે કલાક માં પૂરું નહિ થાય. અને વળી લંચ ટાઇમ ! “ હા, તો એક દિવસ લંચ નહી કરવાનું. મફત નો પગાર થોડો લેવાનો છે ?” કહી ને મહેતા એ ટીફીન લઇ કેન્ટીન બાજુ પ્રયાણ કર્યું.

સમય ના ફ્રેન્ડસ એને બોલાવવા આવ્યા, ત્યારે સમયે ના પડી દીધી. અરજન્ટ વર્ક છે.” ઓફ્ફોહ, તું જમી તો લે યાર, કામ તો ચાલ્યા કરશે. “. “ ના ભાઈ, નથી ચાલે એમ ! “ અને ૩.૩૦ વાગે મહેતાએ કોટક્સાહેબ ના ટેબલ પર પ્રેઝન્ટેશન મૂકી દીધું.

બીજે દિવસે સવારે સમયે ઓફીસ ની ઇન્ટ્રાનેટ પર વાંચ્યું “કોટક સાહેબ ને તથા એમના આસીસ્ટન્ટ મહેતા સાહેબ ને આપણા ઝોન ના બેસ્ટ પ્રેઝન્ટેશન નો એવાર્ડ મળે છે.”

હતપ્રભ સમય નું હૃદય ભીનું ને આંખો કોરી ધાકોર હતી.

Gujarati Microfiction by Amita Patel : 111040950
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now