Gujarati Quote in Song by Yuvraj Zala

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જય માં જનેતા

મીઠપ જોઈ લ્યો માત ની. મધ થી પણ મધુર છે..
ખોળો ખેલવા ખંત થી.જગત ને જરૂર છે..
અમી ભરેલી આંખડી. મમતા ની મશહૂર છે..
જોટો જડવો જગત માં. ગાઉ હજારો દુર છે..
જીવતા એ ને જાણી લેજો. ગરીબ છે આ ગાવડી..
કરોડ ઉપાયે કોઇ દી જગ માં મળશે નહિ આ માવડી......

બાળપણ માં તુ બહુ રોતો તો. તરત છાનો રાખતી..
માથે થી મરચાં ઉતારી. નજર ઉતારી નાખતી..
બાળક જો બીમાર પડે તો.ડોકટર પાસે ભાગતી..
પાણી માં પલાળે દવા પેલા પોતે ચાખતી..
જનમ દેનારી જનેતા ની. જાલી લેજો બાવડી..
કરોડ ઉપાયે કોઇ દી જગ માં મળશે નહિ આ માવડી......

લાલા ને બહુ લાડ લડાવે. હીંડોળે હીંચકાવતી..
મેના પોપટ મોરલા ની. વાતડીયુ સંભળાવતી..
કાલા વાલા કરતા કરતા. રોતા ને રમાડતી..
ઘી ગોળ માં રોટલો ચોળી. ચુરમુ ખવડાવતી..
ઘડપણ માં એની લાકડી થાજો.ડુબાડસો માં નાવડી ..
કરોડ ઉપાયે જગ માં કોઇ દી. મળશે નહિ આ માવડી.....

દીકરો મારો ડાયો કહી ને. નાવણિયા નવડાવતી..
પા પા પગલી પાડે ત્યારે . મુખડા ને મલકાવતી..
બાપા બાપા કહી ને એ ના હૈયા ને હરખાવતી..
રમતા રમતા રડી પડે તો. બાઘડા થી બીવડાવતી..
ભાનુ ડાંગર કહે માં મમતા ની મીઠી છે તલાવડી ..
કરોડ ઉપાયે કોઇ દી જગ માં મળશે નહિ આ માવડી .....

Gujarati Song by Yuvraj Zala : 111040947
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now